Five Year Planning in India


ભારતમાં પંચવર્ષીય યોજનાઓ :
 (1) પ્રથમ પંચવર્ષીય યોજના  1951 થી 1956  :  
કૃષિ ક્ષેત્ર અને સરકારી એકમોને વધુ મહત્વ 
આ યોજના ‘હેરોડ ડોમર મોડલ’ પર આધારિત હતી. 
• 1952માં સામુદાયિક વિકાસ કાર્યક્રમ, 1953માં રાષ્ટ્રીય પ્રસાર સેવાની શરૂઆત કરવામાં આવી 
ભાખડા-નાંગલ, દામોદર ઘાટી અને હીરાકુંડ જેવી બહુઉદેશી યોજનાઓ શરૂ કરવામાં આવી. 
મહદંશે સફળતા મળી હતી, કારણ કે છેલ્લા બે વર્ષમાં સારો પાક થયો હતો.
 (2) દ્વિતીય પંચવર્ષીય યોજના 1956 થી 1961 :
લાંબાગાળાના વિકાસ માટે ‘પ્રો.પી.સી.મહાલનોબીસના મોડલ’ પર આધારિત યોજના. 
ભારે ઉદ્યોગોને મહત્વ 
રાષ્ટ્રીય આવકમાં 25% વધારો કરવાનો લક્ષ્ય. 
ઝડપી ઔદ્યોગિક વિકાસ, રોજગારી સર્જન, આવકની અસમાનતા ઘટાડવ પર ભાર. 
આ યોજના અંતર્ગત 3 સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી. (રાઉરકેલા,દુર્ગાપુર, ભિલાઈ)
(૩) ત્રીજી પંચવર્ષીય યોજના 1961થી 1966 :
ભારતીય અર્થવ્યવસ્થાને આત્મનિર્ભ બનાવવાનો લક્ષ્ય. 
કૃષિ ઉત્પાદન વધારવા પર ભાર. 
ભારત-ચીન યુદ્ધ (1962), ભારત-પાક યુદ્ધ (1965), ભયંકર દુષ્કાળ (1965-66)ના કારણે યોજનાના લક્ષ્યાંકો પૂરા ન થઈ શક્યા. 
રૂપિયાનું અવમૂલ્યન કરવામાં આવ્યું. 
• 1964માં બોકારોમાં બોકારો આયર્ન એન્ડ સ્ટીલ ઈન્ડસ્ટ્રીની સ્થાપના કરવામાં આવી. 
• 1965માં ભારતીય ખાદ્ય નિગમ (FCI) અને કૃષિ કિંમત આયોગ (IPC)ની સ્થાપના કરવામાં આવી. 
3 વાર્ષિક યોજનાઓ :1966 થી 1969 :
ભારતીય અર્થવ્યવસ્થાના ઈતિહાસમાં 1966થી 1969ના સમયગાળાને યોજના અવકાશ ‘Pan Holiday’ કહેવામાં આવે છે. 
યુદ્ધો અને દુકાળની સ્થિતિના કારણે ચોથી પંચવર્ષીય યોજના શરૂ કરવી શક્ય નહતી.
ત્રણેય વાર્ષિક યોજનાઓ દરમિયાન કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટે સારી ગુણવત્તાના બિયારણ, ખાતર, સિંચાઈ વગેરે પર ભાર મૂકવામાં આવ્યો અને 1966-67 દરમિયાન ભારતમાં કૃષિક્ષેત્ર માટે ‘હરિયાળી ક્રાંતિ’ની શરૂઆત થઈ. 
(4) ચોથી પંચવર્ષીય યોજના  1969થી 1974  :
મુખ્ય બે ઉદેશ કરવામાં આવ્યા - સ્થિરતા સાથે આર્થિક વૃદ્ધિ અને મહત્તમ આત્મનિર્ભરતા.
આ યોજનાનો ડ્રાફટ યોજના આયોગના ઉપાધ્યક્ષ ડી.આર.ગાડગીલે તૈયાર કર્યો હતો. જે Open Consistency Model’ તેમજ લિયોન્ટીકના આવક-જાવક મોડેલ પર આધારિત હતું. 
જુલાઈ 1969માં 14 વાણિજ્યિક બેકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 
• Drought Prone Area Programme (DPAP)ની શરૂઆત 1973-74માં કરવામાં આવી. 
રેકોર્ડ ઉત્પાદન સાથેના પહેલા 2 વર્ષમાં સારી સ્થિતિમાં, ચોમાસાના નબળા કારણે છેલ્લા 3 વર્ષમાં નિષ્ફળતા .
1971 ના ભારત-પાક યુદ્ધ પહેલા અને તે પછી બાંગ્લાદેશી શરણાર્થીઓની ધસારોનો સામનો કરવો પડ્યો હતો.
(5) પાંચમી પંચવર્ષીય યોજના 1974થી 1979 : 
મુખ્ય ઉદેશ : ગરીબી નાબૂદી સાથે આત્મ નિર્ભરતા પ્રાપ્ત કરવી. 
ડી.પી.ધર મોડલ પર આધારિત 
• 1974માં ન્યૂનતમ આવશ્યકતા કાર્યક્રમ (Common Minimum Programme) શરૂ કરવામાં આવ્યો, જેમાં પ્રાથમિક શિક્ષણ, પીવાનું પાણી; ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સુવિધાઓ, પૌષ્ટિક આહાર, ભૂમિહીન મજૂરોના મકાનો માટે જમીન, ગ્રામીણ રસ્તાઓ, ગામડાંનું વિજળીકરણ, સ્વચ્છતા  વગેરે શામેલ હતા. 
• 20 સૂત્રી કાર્યક્રમ અપનાવવામાં આવ્યો.
આ પંચવર્ષીય યોજના માર્ચ 1979માં સમાપ્ત થવાની હતી પરંતુ સરકાર બદલાતા 1 વર્ષ પહેલા જ 1978માં જ પૂર્ણ થઇ. 
રોલીંગ પ્લાન (Rolling plan) 1978-80 : 
આ યોજના ગુનાર મીર્ડલ મોડલ પર આધારિત હતી. 1978થી જ નવી પંચવર્ષીય યોજનાનો પ્રારંભ જનતા સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ જાન્યુઆરી 1980માં ફરી સરકાર બદલાતા તે યોજના સમાપ્ત થઈ. 1979માં ગ્રામીણ યુવા સ્વરોજગાર પ્રશિક્ષણ કાર્યક્રમ (TRYSEM)ની શરૂઆત કરવામાં આવી. જેને 1999માં સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજનામાં સામેલ કરી દેવામાં આવી. 
(6) છઠ્ઠી પંચવર્ષીય યોજના  1980થી 1985 :
મુખ્ય ઉદ્દેશ ગરીબી નાબૂદી અને રોજગાર સર્જન. આધુનિકીકરણ, રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ, પરિવાર નિયોજન દ્વારા વસ્તી નિયંત્રણને મહત્વ. નવી સરકાર સત્તામાં આવતા 1978માં શરૂ કરેલ રોલીંગ પ્લાન 1980માં સમાપ્ત કરી, નવી પંચવર્ષીય યોજના 1980-1985 માટે શરૂ કરવામાં આવી. 
• 1980માં 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. 
• 12 જુલાઈ, 1982ના કૃષિ અને ગ્રામિણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક (NABARD) તેમજ નિકાસ-આયાત (Exim) બેંકની સ્થાપના કરવામાં આવી. 
સરકારે ટાર્ગેટ ગ્રૂપ એપ્રોચ અપનાવી ગરીબી નાબૂદી અને રોજગાર સર્જન માટે શરૂ કરેલા કાર્યક્રમો : રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમ (NREP), બાયોગેસ કાર્યક્રમ, સુધારેલ 20 સુત્રી કાર્યક્રમ, ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓ અને બાળકોનો વિકાસ કાર્યક્રમ (DPERA), ગ્રામીણ ભૂમિ વગરના લોકો માટે રોજગાર ગેરેન્ટી કાર્યક્રમ (RLEGP), પછાત ક્ષેત્ર માટે કાર્યક્રમ (Programme For Depressed Area-PDA), શિક્ષિત બેરોજગાર યુવાઓ માટે સ્વરોજગાર કાર્યક્રમ (SEEUP), ડેરી વિકાસ કાર્યક્રમ (DDP), ગ્રામીણ અને લઘુ ઉદ્યોગ વિકાસ કાર્યક્રમ, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ કાર્યક્રમ (KVIP) 
આયોજન પંચના કાર્યદળ દ્વારા ગરીબી નિર્દેશાંક નક્કી કરવામાં આવ્યા. જેમાં ગ્રામીણ ક્ષેત્રમાં 2400 કેલેરી અને શહેરી ક્ષેત્રમાં 2100 કેલેરી પ્રતિ દિવસ વપરાશને ગરીબી રેખા નિર્ધારિત કરવામાં આવી.
 (7) સાતમી પંચવર્ષીય યોજના  1985-90 :
મુખ્ય ઉદેશ : અનાજ ઉત્પાદનમાં વૃદ્ધિ, ઉત્પાદકતા અને રોજગારીની તકોમાં વૃદ્ધિ, આત્મનિર્ભરતા, આધુનિકીકરણ, સામાજીક ન્યાય.
એપ્રિલ 1989માં જવાહર રોજગાર યોજના (JRY) અને સપ્ટેમ્બર 1989માં નેહરુ રોજગાર યોજનાની શરૂઆત. 
પ્રો.રાજકષ્ણાએ સાતમી પંચવર્ષીય યોજનાને હિંદુ વૃદ્ધિદર'ના રૂપમાં વર્ણવી છે. ‘Hindu Rate of Growth તે સમયના ભારતના નીચા વૃદ્ધિ દર (1.5 %) ને દર્શાવવામાં માટે શબ્દ વપરાયો હતો જો કે તેને હિંદુ ધર્મ સાથે કોઈ સંબંધ નથી. 
બે વાર્ષિક યોજનાઓ 1990-92  :
• 1990માં સર્જાયેલ રાજનૈતિક અને આર્થિક સંકટના કારણે પંચવર્ષીય યોજના લાગુ કરી શકાઈ નહી. 
• 1991માં આર્થિક સુધારા- ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણની ઘોષણા કરવામાં આવી. 
• 1990માં લઘુ ઉધોગ વિકાસ માટેની બેંક SIDBI (Small Industrial Development Bank of India) ની સ્થાપના કરવામાં આવી. 
(8) આઠમી પંચવર્ષીય યોજના 1992 થી 1997 :
નવી આર્થિક નીતિ 1991માં લાગુ થઈ ત્યારબાદ આયોજન નિર્દેશાત્મક અને વિકેન્દ્રીકૃત થવાની શરૂઆત થઈ. 
સરકારનો અર્થવ્યવસ્થામાં હસ્તક્ષેપ ઘટાડવામાં આવ્યો. 
ગ્રામીણ અને કૃષિ વિકાસ,  માળખાગત સુવિધા, સબસીડી અને Co-Operative Federalismપર વધુ ભાર 
બિનયોજકીય ખર્ચ અને રાજકોષીય ખાદ્યને ઘટાડવા માટેના પગલાઓ લેવામાં આવ્યા. 
પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી. 
(9) નવમી પંચવર્ષીય યોજના  1997થી 2002 :
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સામાજિક ન્યાય અને સમાનતા સાથે આર્થિક વૃદ્ધિ. 
ઉદ્દેશોની પૂર્તિ માટે જીવન ધોરણ, રોજગાર સર્જન, આત્મનિર્ભરતા, ક્ષેત્રીય સંતુલન વગેરે પર ભાર મૂકવામાં આવ્યો. 
પાયાની લઘુત્તમ સેવાઓ પૂરી પાડવાનો લક્ષ્ય નક્કી કરાયો. પીવાલાયક પાણી, પ્રાથમિક આરોગ્ય સેવા, 100% પ્રાથમિક શિક્ષણ, ગરીબો માટે ઘર, બાળકોને પોષણ સહાય, રાજકોષીય ખાધને નિયંત્રિત કરવા માટે સબસિડી કપાત, વીજળી, પરિવહન પર શુલ્ક, વ્યાજ, વેતન, પેન્શન, PFમાં કાપ, વિકેન્દ્રીત આયોજનનો અમલ, રાજ્યો અને પંચાયતી રાજ સંસ્થાઓની સહભાગિતા. 
(10) દસમી પંચવર્ષીય યોજના 2002 થી 2007  :
આ યોજનામાં રાષ્ટ્રીય વિકાસ પરિષદ (NDC)નો વધુ ફાળો રહ્યો. 
વૃદ્ધિનો લાભ દરેક નાગરિક સુધી પહોંચે અને તેના જીવનધોરણમાં સુધારો થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો.
કેન્દ્ર અને રાજ્યમાં વૃદ્ધિ માપી શકાય તેવા લક્ષ્ય નક્કી કરવામાં આવ્યા.
કૃષિ ક્ષેત્રનેચાલક બળ' તરીકે મહત્વ આપવામાં આવ્યું.
આર્થિક સુધારા અને આયોજન વચ્ચેના સંકલન  પર ભાર મૂકવામાં આવ્યો. 
લક્ષ્યાંકોઃ (1) ગરીબી 28%થી ઘટાડી 21% કરવી અને 2012 સુધીમાં 15% સુધી કરવી. (2) 2003 સુધીમાં દરેક બાળકને શાળામાં દાખલ કરાવવા અને 2009 સુધી તેમની શાળાના અભ્યાસમાં 5 વર્ષ પુરા કરાવવા (3) 2007 સુધીમાં સાક્ષરતા દર 75% સુધી પહોંચાડવો.  (4) બાળ મૃત્યુદર 2007 સુધીમાં 45 પ્રતિ 1000 અને 2012માં 28 પ્રતિ 1000 સુધી લાવવો. (5) માતૃત્વ મૃત્યુદર 2007 સુધીમાં 2 પ્રતિ હજાર અને 2012 સુધીમાં 1 પ્રતિ 1000 લઈ જવો. (6) વનીકરણ 2009માં 25% સુધી અને 2002માં 33% સ્તરે પહોચાડવું.. 
(11) અગિયારમી પંચવર્ષીય યોજના 2007થી 2012   :
ઉદ્દેશ: Inclusive Growth - સમાવેશી વિકાસ 
વૃદ્ધિ દરનો લક્ષ્યાંક 10% નક્કી કરવામાં આવ્યો પરંતુ તેની સામે અનેક પડકારો હતા જેમકે ફુગાવાનો ઊંચો દર, ઓછી નિકાસ, અનાજમાં મોંઘવારી, તેલના ભાવમાં વૃદ્ધિ વગેરે.
ગરીબીના આંકલન માટે 2005માં સુરેશ તેંડુલકરની અધ્યક્ષતામાં  નિમાયેલ સમિતિએ 2009માં રિપોર્ટ રજૂ કર્યો. 
(12) બારમી પંચવર્ષીય યોજના  2012 થી 2017 :
ઉદ્દેશ : ઝડપી, વધુ સમાવેશી અને શાશ્વત વિકાસ
મુખ્ય લક્ષ્યાંકો : (1) સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર : GDPમાં 9 %, જેમાં  કૃષિમાં 4% , ઉદ્યોગ ક્ષેત્રમાં 10 %, સેવા ક્ષેત્ર 10% (2) બચત દર GDPના 36.2 %, રોકાણ દર GDPના 38.7%, રાજકોષીય ખાધ GDPના 3.25%  (૩) ગરીબી 10% ઘટાડવી, 50 મિલિયન રોજગાર સર્જન કરવું, બાળ મૃત્યુદર 26 પ્રતિ 1000 લાવવો, માતૃત્વ મૃત્યુદર 1 પ્રતિ 1 લાખ લાવવો, બાળ જાતિ પ્રમાણ 950 કરવું,  કુલ પ્રજનન દર 2.1 કરવો, 0-3 વર્ષના બાળકોમાં કુપોષણ 50% સુધી ઘટાડવું. (4) દેશના 90% પરિવારો સુધી બેકિંગ સુવિધા પૂરી પાડવી, પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ લાગૂ કરવું. 

Sources :
www.niti.gov.in
www.jagranjosh.com 
www.mospi.nic.in
www.wikipedia.org